GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR:ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

 

GANDHINAGAR:ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

 

ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજ રોજ Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રદર્શનમાં ઉદ્યોગની સ્પષ્ટ દિશા દેખાઈ રહી છે — જ્યાં ઝડપી વિસ્તરણ કરતા વધુ કાર્યક્ષમતા વધારવા, ખર્ચ નિયંત્રણ અને સ્માર્ટ ટેકનોલોજીના અમલીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો. લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ત્રણ દિવસીય B2B ટ્રેડ ફેરમાં 300થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. પ્રદર્શનમાં સીરામિક રો મટીરીઅલ્સ, આધુનિક મશીનરી, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ અને સંબંધિત નવીન ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે. હાલ ઉદ્યોગની ચર્ચાઓ મુખ્યત્વે ઉત્પાદન કાર્યક્ષમતા વધારવા, ઊર્જા ખર્ચ નિયંત્રિત કરવા અને સ્થિર ગુણવત્તા જાળવવા પર કેન્દ્રિત હોવાનું સ્પષ્ટ જાહેર થાય છે.
આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે. બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયા સહિત કુલ આઠ દેશોના પ્રદર્શકો આ ટ્રેડ ફેરમાં ભાગ લીધેલ છે. ખાસ કરીને જર્મની અને ઇટાલી દ્વારા રજૂ કરાયેલા પેવિલિયન્સ યુરોપિયન ટેકનોલોજી સપ્લાયર્સનો ભારતીય બજાર પ્રત્યેનો વધતો રસ દર્શાવે છે.
મેસે મૂંચેન IMEA ના પ્રેસિડન્ટ તથા મેસે મૂંચેન ઈન્ડિયાના CEO શ્રી ભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે,
“ઉદ્યોગ હવે એક શિસ્તબદ્ધ અને સમજદાર ખરીદીના તબક્કામાં પ્રવેશી ગયો છે. ઉત્પાદકો એવી ટેકનોલોજી શોધી રહ્યા છે જે ઊર્જા ખર્ચ અને ઉત્પાદન ક્ષમતા પર માપી શકાય તેવો સ્પષ્ટ લાભ આપે.”મોરબી સીરામિક એસોસિએશન (વોલ ટાઇલ્સ ડિવિઝન) ના પ્રેસિડન્ટ શ્રી હરેશભાઈ રામજીભાઈ બોપાલિયાએ જણાવ્યું હતું કે,“મોરબીની MSME યુનિટ્સ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવો અને નાણાકીય જોખમ લીધા વિના સ્થિરતા લાવવી આજની સૌથી મોટી જરૂરિયાત છે. Indian Ceramics Asia 2026 જેવા પ્રદર્શનો ઉપયોગી છે કારણ કે જેમાં phased-upgrade માટેની ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે, જે ROI આધારિત અને સાવચેત અપગ્રેડ્સ માટે મોરબીની કંપનીઓને માર્ગદર્શન આપે છે. આ ટ્રેડ ફેર અન્ય કંપનીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.”


2026 એડિશનની વિશેષતાઓમાં “Innovation Exchange Forum” મુખ્ય આકર્ષણ છે, જે “Ceramics for Tomorrow: Sustainable, Smart and Advanced” થીમ પર આધારિત છે. આ ફોરમમાં ઊર્જા વ્યવસ્થાપન, રો મટીરીઅલ્સ ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન, વિકલ્પ ઇંધણ અને પર્યાવરણીય નિયમન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સેમિનાર યોજાઈ રહ્યા છે, જે આજની રોજિંદી ઔદ્યોગિક કામગીરી માટે અનિવાર્ય બની ગયા છે.આ સાથે “Live Demonstration Area” પણ રાખવામાં આવ્યો છે, જ્યાં મશીનરી અને પ્રોસેસિંગ ટેકનોલોજી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવે છે. આથી ખરીદદારોને મશીનરીની કામગીરી, કાર્યક્ષમતા અને પોતાની જરૂરિયાત મુજબની યોગ્યતા આંકવામાં સરળતા મળે છે.

મેસે મૂંચેનના ગ્લોબલ ઇન્ડસ્ટ્રી લીડ શ્રી રોબર્ટ શોનબર્ગરે જણાવ્યું હતું કે,“નજીકના ગાળાના પડકારો હોવા છતાં ભારતનો સીરામિક ઉદ્યોગ વૈશ્વિક સપ્લાયર્સનું સતત ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. હવે ફોકસ માત્ર ઉત્પાદન ક્ષમતા વધારવાનો નથી, પરંતુ ઓટોમેશન, ડિજિટલ પ્રોસેસ કંટ્રોલ અને ઊર્જા ઑપ્ટિમાઇઝેશન પર વિશેષ રસ દેખાઈ રહ્યો છે. આ પરિવર્તન ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ધોરણો નજીક લાવે છે.”યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો. લિ. ના જનરલ મેનેજર શ્રી કેન વોંગે જણાવ્યું હતું કે,
“હવે ભારતીય કંપનીઓ માત્ર સોર્સિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ લાઇફસાયકલ ખર્ચ, પ્રક્રિયા સ્થિરતા અને લાંબા ગાળાના વળતર વિશે વધુ ઊંડાણપૂર્વક વિચાર કરે છે. Innovation Exchange Forum અને Live Demo Area જેવા પ્લેટફોર્મ ખાસ કરીને મધ્યમ કદના ઉત્પાદકોને સાવચેત અને જાણકારીભર્યા રોકાણ નિર્ણયોમાં મદદરૂપ થાય છે.”ઘરેલું માંગ ધીમે ધીમે સ્થિર થઈ રહી છે અને નિકાસ બજારો પસંદગીભર્યા બની રહ્યા છે ત્યારે Indian Ceramics Asia 2026 ઉદ્યોગના બદલાતા સ્વરૂપનું સ્પષ્ટ પ્રતિબિંબ રજૂ કરે છે. અહીં મુખ્ય ધ્યાન કાર્યક્ષમતા, ટકાઉપણું અને માપી શકાય તેવા પરિણામો આપતી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્રિત છે.


મેસે મૂંચેન ઈન્ડિયા વિશે:મેસે મૂંચેન GmbHની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની તરીકે વર્ષ 2007માં સ્થાપિત થયેલ મેસે મૂંચેન ઈન્ડિયા આજે ભારતની અગ્રણી B2B ટ્રેડ ફેર આયોજક કંપનીઓમાંની એક તરીકે ઓળખાય છે. કંપની 25થી વધુ મોટા પાયાના B2B ટ્રેડ ફેરનું આયોજન કરીને કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઉદયમાન ટેકનોલોજી, પર્યાવરણીય ઉકેલો તેમજ ઊર્જા ક્ષેત્ર સહિત વિવિધ ઉદ્યોગોને સેવા આપે છે.electronica India, productronica India, bauma CONEXPO India, IFAT India અને analytica Lab India જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ ઇવેન્ટ્સનું આયોજન કરીને મેસે મૂંચેન ઈન્ડિયા નવીનતા, વ્યવસાયિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક નેટવર્કિંગને પ્રોત્સાહન આપી રહી છે.મેસે મૂંચેન GmbH વિશે:
મેસે મૂંચેન દુનિયાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ટ્રેડ ફેર કંપનીઓમાંની એક છે. કંપની મ્યુનિખ એક્ઝિબિશન સેન્ટર, ICM – ઇન્ટરનેશનલ કોંગ્રેસ સેન્ટર, CCN – કોન્ફરન્સ સેન્ટર નોર્થ મેસે મૂંચેન (મ્યુનિખ રીમ) તેમજ MOC – ઇવેન્ટ સેન્ટર મેસે મૂંચેન (મ્યુનિખના ઉત્તર ભાગમાં)નું સંચાલન કરી રહી છે.
યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકા સહિત વિવિધ ખંડોમાં તેની સહાયક કંપનીઓનું મજબૂત નેટવર્ક છે અને આશરે 70 વિદેશી પ્રતિનિધિઓ દ્વારા મેસે મૂંચેનની વૈશ્વિક હાજરી 100થી વધુ દેશોમાં વિસ્તરેલી છે. કંપની વિશ્વભરના ઉદ્યોગો વચ્ચે વ્યવસાયિક જોડાણો સુગમ બનાવવા અગ્રેસર ભૂમિકા ભજવે છે.યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. વિશે:
1992માં સ્થાપિત યુનિફેર એક્ઝિબિશન સર્વિસ કો., લિ. ચીનની અગ્રણી પ્રોફેશનલ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝિંગ કંપનીઓમાંની એક છે. કંપનીએ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં 40થી વધુ વિશ્વસ્તરીય પ્રદર્શનોનું સફળ આયોજન અને સંચાલન કરેલ છે.અનુભવી અને નવી પ્રોફેશનલ્સની મજબૂત ટીમ, વિશાળ ગ્રાહક આધાર અને અસરકારક માર્કેટિંગ ચેનલ્સ સાથે યુનિફેર સંપૂર્ણ એક્ઝિબિશન સેવાઓ પ્રદાન કરે છે. ગુઆંગઝૌમાં યોજાતું ‘Ceramics China’ પ્રદર્શનનું યુનિફેર અધિકૃત આયોજક છે, જે વિશ્વનું સૌથી પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ સીરામીક પ્રદર્શન માનવામાં આવે છે અને વૈશ્વિક ગ્રાહકો તથા ખરીદદારો માટે વિશાળ વ્યવસાયિક તકો ઉભી કરે છે.

Back to top button
error: Content is protected !!