
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૦૧/૨૦૨૫
નેત્રંગ ટાઉનના ચાર રસ્તાથી લઈને નેત્રંગ વન વિભાગની કચેરી સુધીનો મુખ્ય માર્ગ પર ના દબાણો દુર કરી લાખો રૂપિયાની લાગતથી તકલાદી નવીનીકરણ કરવામા આવ્યા બાદ નગરની શોભા વધારવા માટે તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રોડની મધ્યમાં ડિવાઇડર મુકવામા આવેલ હતું પરંતુ ત્યાર બાદ પણ ટ્રાફિક સમસ્યા પથાવત રહેતા વહીવટી તંત્ર થકી ચાર રસ્તા થી લઇ ને વનવિભાગ ની કચેરી સુધીમાં મુકવામાં આવેલ પુરેપુરા ડિવાઇડર કાઢી નાખવામા આવ્યા છે.
ત્યારે નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં હિન્દી કહેવત ‘આસમાન સે ગીરે ખજૂર મેં અટકે’ જેવી પરિસ્થિતિ છે. આ જગ્યાએ ખાસ કરીને જેતે દુકાન-મકાન ધારકો પોતાના ફોરવ્હીલ વાહનો વંચોવચ રોજેરોજ ઉભા કરી દેવાતા ટ્રાફિક હલ થવાના બદલે જેસેથે હાલતમા ઉભી રહેતા, આમ રાહદારીઓ થી લઇ ને વાહન ચાલકો રોજેરોજ હેરાનપરેશાન થઇ રહ્યા છે. જેમા ખાસ કરીને મંગળવાર ના રોજ ભરાતા હાટ બજાર ના દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બનતા આમ જનતાને ઓર પરેશાની વેઠવાનો વારો આવે છે.
તેમજ જાણવા મળ્યું છે કે પ્રજાને પડતી તકલીફોને ધ્યાન પર લઇ ને ગ્રામપંચાયત ના સરપંચ નું ધ્યાન દોરવામા આવતા સરપંચે નેત્રંગ પોલીસને ટ્રાફિક હલ કરવા બાબતે લેખિતમા રજુઆત કરેલ છે. નગરના મુખ્ય રોડ રસ્તાઓ ઉપર જામતા ટ્રાફિક બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ વાકેફ થઇ કડક હાથે વહેલી તકે કામગીરી કરે તેમ નગરની જનતામા ચર્ચાઈ રહ્યુ છે.


