GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR :મુખ્યમંત્રીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ૩.૨૫ કરોડ જનસંખ્યાને લાભ: રેશનકાર્ડધારકોને તહેવારી વસ્તુઓનો લાભ યથાવત્

 

GANDHINAGAR :મુખ્યમંત્રીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ૩.૨૫ કરોડ જનસંખ્યાને લાભ: રેશનકાર્ડધારકોને તહેવારી વસ્તુઓનો લાભ યથાવત્

 

 

ગાંધીનગર/ગુજરાત: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી પ્રેરિત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્યમાં નવેમ્બર-૨૦૨૫ માસ માટે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા (NFSA) હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ લાભાર્થીઓ માટે અનાજ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


આયોજન અને વિતરણ:કુલ લાભાર્થી: નવેમ્બર માસ માટે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવેલ છે.
વિનામૂલ્યે વિતરણ: યોજના અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.રાહત દરે વસ્તુઓ: રાજ્ય સરકારની યોજના હેઠળ રેશનકાર્ડધારકોને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનું પણ નિયમિતપણે રાહત દરે વિતરણ કરવામાં આવે છે.તહેવારી ભેટ: સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનું વિતરણ રાહતદરે કરવામાં આવે છે.નવેમ્બર માસ માટે રાહત દરની ચીજ વસ્તુઓના ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થઈ ચૂક્યા છે અને તેની નાણાંની ભરપાઈ પણ થઈ ગયેલ છે. વિતરણની પ્રક્રિયા ૧લી નવેમ્બર, ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે.વાજબી ભાવના દુકાનદારો માટે રાજ્ય સરકારનો અભૂતપૂર્વ સહયોગ
વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દેશમાં સૌથી મોટી સહાય પૂરી પાડે છે:
કમિશન સહાય: વાજબી ભાવના દુકાનદારોને વિવિધ કમિશન ઉપરાંત, તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે રૂ.૨૦,૦૦૦ પ્રતિ માસ નિયમિતપણે તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.
ગુજરાત અગ્રેસર: સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ મિનિમમ રૂ. ૨૦,૦૦૦ કમિશનની રકમ દુકાનદારોને ચૂકવવામાં આવે છે. આ સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
ચૂકવણીની સ્થિતિ: સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનની રકમની ચૂકવણી નિયમિતપણે અને સમયસર પૂર્ણ કરવામાં આવેલ છે.પડતર પ્રશ્નો: દુકાનદારોની હાલની મિનિમમ કમિશન રૂ. ૩૦,૦૦૦ પ્રતિમાસની માંગણી સહિતના પડતર પ્રશ્નો નીતિ વિષયક છે અને તે રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. જોકે, એસોસિએશનને અનુરોધ કરવામાં આવ્યો છે કે અનાજના જથ્થાનાં વિતરણથી અળગા રહીને રેશનકાર્ડધારકોને લાભથી વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી.વન નેશન વન રેશનકાર્ડ: ગુજરાતની સિદ્ધિ
વન નેશન વન રેશનકાર્ડ યોજનાની અમલવારીમાં ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં અગ્રેસર છે. આ યોજના શરૂ થયા પછી ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજ્ય અને દેશમાં બાયોમેટ્રિક ઓળખથી અનાજનો લાભ લીધો છે.ડોર સ્ટેપ ડિલિવરીમાં પારદર્શિતા માટે નવી ગાઈડલાઈન ડોર સ્ટેપ ડિલિવરીને વધુ પારદર્શક બનાવવા માટે, માન. મંત્રીશ્રીની સૂચના અનુસાર, ગ્રામ્ય/શહેરી તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન અનિવાર્ય કરાયું છે. ઠરાવના અમલના તબક્કામાં તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ઓછામાં ઓછા ૫૦% સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી. બેઇઝડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાના રહેશે.

Back to top button
error: Content is protected !!