MORBI:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

MORBI:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
દીનદયાળ અન્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મોરબી મહાનગરપાલિકા અને શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ – મોરબીનું સંચાલન અને વ્યવસ્થાપન કરવામાં આવે છે સંચાલક સંસ્થા દ્વારા ઘરવિહોણા આશ્રીતોને આશ્રયગૃહ ખાતે રહેવાની તથા જમવાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે તથા ઘરવિહોણા લોકોના બાળકો માટે બાલવાટિકા દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા રોજીંદી માઈન્ડ ક્રિએટીવીટી કરવામાં આવે છે વૃદ્ધો અને વિકલાંગો માટે આશ્રયગૃહ ખાતેની યોગ્ય સુવિધા અને સારવાર આપવામાં આવે છે ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિતે આશ્રયગૃહ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ દરરોજ આશ્રયગૃહ ખાતે સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવે છે આશ્રયગૃહ ખાતે દરેક ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો ઉજવવામાં આવે છે જેથી ઘરવિહોણા આશ્રીતોમાં પારિવારિક માહોલ ઉભો થાય અને સામાજિક સૈક્ષણિક જ્ઞાન આપીને આદર્શ નાગરિક બનાવવા સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ માં કાર્ય કરી રહી છે આ તકે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નીલ ખરે – IAS દ્વારા યુ.સી.ડી. શાખા અને સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને શુભેચ્છા પાઠવી હતી.






