GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા અને ટ્રસ્ટ ચૂંટણી અંગે બેઠક જાહેર

 

 

MORBI:મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા અને ટ્રસ્ટ ચૂંટણી અંગે બેઠક જાહેર

 

મોરબી માળિયા (મીં) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૦૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ વાગ્યે રામઘાટ સ્થિત રામાનંદ ભવન, મોરબી ખાતે યોજાનાર છે. આ સભામાં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટની ચૂંટણી માટે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંગે રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી અખબારી યાદી દ્વારા સમાજના તમામ સભાસદોને અનિવાર્ય રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.

તદુપરાંત, તા. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે સમાજના જરૂરી મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવા માટે અલગ બેઠક પણ યોજાનાર છે. આ બેઠકમાં સમાજના તમામ ભાઈઓ અને બહેનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!