GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારતી વિધાલયમાં GETCO એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ મોરબી દ્વારા ઉતરાયણની સાવચેતી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

 

MORBI:ભારતી વિધાલયમાં GETCO એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ મોરબી દ્વારા ઉતરાયણની સાવચેતી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

મોરબી સામાકાંઠે વિસ્તાર માં આવેલી ભારતી વિધાલય શાળામાં વિધાર્થી મિત્રોને પતંગ ચગાવતા સમયે કેટલી સાવચેતી રાખવી જોઈએ તેનો સેમીનાર યોજવામાં આવેલ.જેમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પો.લી. (GETCO) એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ – મોરબી ડિવિઝન દ્વારા વીજકર્મચારી વિશ્વરાજસિંહ જાડેજા ( મોન્ટુભાઈ ) , સોલંકીભાઈ અને રિબડિયાભાઈઓ એ શાળાના વિધાર્થીઓને પતંગ ચગાવતી વખતે કોઈ અઘટિત ઘટના ના ઘટે તે માટે માર્ગદર્શન આપેલ સાથે તેઓએ બાળકોને એ પણ સલાહ આપી કે સરકાર દ્વારા પ્રતિબંધિત ડ્રેગન ,ફિસ જેવી ચાઈના દોરીમાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાતો હોય છે જેથી તેનો ઉપયોગ ના કરવો જોઈએ અને વીજળીના થાંભલા પર પડેલ પતંગ કે દોરીને ખેચવી નહીં કે જેથી મોટી જાનહાની અટકાવી શકાય.રાત્રિના સમયમાં ફાનસ પણ ના ચગાવવી જોઈએ અને અગાસી પર પતંગ ચગાવતા સમયે બાજુ માંથી પસાર થતી લાઇનના વાયરના સંપર્ક માં ના આવે તેની તકેદારી રાખવી જોઈએ.વિધાર્થીઓએ આવેલ GETCO વીજકર્મચારીઓની સૂચનાનું પાલન કરશે તેવી ખાતરી આપી.અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતા એ વિધાર્થીઓને પોતાના જીવ થી વિશેષ કઈ જ નથી માટે પતંગ માટે આપણો જીવ જોખમમાં ના મૂકવો જેવી સલાહ આપી તેમજ GETCO એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ – મોરબી ડિવિઝનનો આ કાર્યક્રમ કરીને વિધાર્થીને માહિતી આપી તે બદલ આભાર વ્યક્ત કરેલ.

Back to top button
error: Content is protected !!