GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેરમાં બાળકી ઘરમાં એકલી લોક થઈ ગઈ, ફાયર ટીમે સલામત રીતે બહાર કાઢી.

MORBI:મોરબી શહેરમાં બાળકી ઘરમાં એકલી લોક થઈ ગઈ, ફાયર ટીમે સલામત રીતે બહાર કાઢી.
મોરબીમાં અવની ચોકડી નજીક એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષની બાળકી ઘરમાં એકલી લોક થઈ જતા પરિવારજનોમાં દહેશત ફેલાઈ હતી. તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરતા, ફાયર વિભાગ ટીમ પહોંચી દરવાજો તોડી બાળકીને સલામત બહાર કાઢી.
મોરબી ફાયર કંટ્રોલરૂમમાં તા.૩૧/૧૦ના રોજ સાંજે ૬.૪૩ વાગ્યે કોલ મળ્યો હતો કે ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટ, દર્શના ટાઉનશીપ, અવની ચોકડી પાસે ત્રણ વર્ષની બાળકી ઘરની અંદર એકલી રહી ગઈ છે અને મેનડોર કોઈ કારણસર લોક થઈ ગયો છે. મોરબી ફાયર ટીમ ૬.૫૧ વાગ્યે ઘટના સ્થળે પહોંચી, તરત જ સીડી દ્વારા બીજા માળે રસોડાની બાલકનીમાં પ્રવેશ કર્યો હતો. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી કરતાં ૬.૫૯ વાગ્યે દરવાજો તોડી બાળકી ‘ધ્યાની’ને સહી સલામત બહાર કાઢી હતી.










