TANKARA:ટંકારા તાલુકાની પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
TANKARA:ટંકારા તાલુકાની પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
ટંકારા તાલુકા ની પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની* ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ ગાંધીનગરથી પધારેલ હાયર એજ્યુકેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી બી.એચ. વાઢેર સાહેબ અને તેમની સાથે પીપડીયારાજના આયુર્વેદિક ડોક્ટર શ્રી દિલીપભાઈ વિઠલાપરા પણ હાજર રહ્યા હતા તેમજ સીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી કૌશિકભાઈ પટેલ પણ લાઈઝન તરીકે હાજર રહ્યા હતાં આ ઉપરાંત શાળામાં હંમેશા માટે મદદરૂપ થનાર અને ગામની ખૂબ જ લોક ચાહના મેળવેલ એવા સરપંચ શ્રી વિનોદભાઈ સીણોજિયા અને પંચાયતના સભ્યો, ગામના તલાટી કમ મંત્રીશ્રી આ. વી. બોપલીયા સાહેબ, શ્રી સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી શ્રી કેશુભાઈ રૈયાણી તેમજ ગૌશાળા ના આગેવાન શ્રી સાગરભાઇ કોરડીયા અને ગૌશાળાના સર્વે ગૌસેવાકો અને તેમની સાથે શાળાના એસએમસીના અધ્યક્ષ એવા મનસુખભાઈ ગામી તેમજ smc ના તમામ સભ્યો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે ધારાસભ્યશ્રી એ તેમજ અન્ય અતિથિઓએ તેમના વક્તવ્યમાં વાલીશ્રીઓ તેમના બાળકો ને પ્રાઇવેટ સ્કૂલ કરતા સરકારી સ્કૂલ માં ભણવા મોકલે અને વધુમાં વધુ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેવી અપેક્ષા સહ ટકોર કરી હતી.આ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને જુદી જુદી પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય, CET, NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષાઓમા જિલ્લાના મેરીટમાં આવેલ બાળકોને અને શાળામાં 100% હાજરી, ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃતિઓ માટે ઇનામો તેમજ ધો. 3 થી 8 મા ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેના દાતાશ્રીઓ શ્રી દેવરાજભાઇ ચકુભાઈ દેસાઈ, શ્રી મનસુખભાઈ કે. પરેચા (રાધે), શ્રી મગનભાઈ માવજીભાઈ જીવાણી, શ્રી જ્યંતિભાઈ રાણીપા, ગામી મનસુખભાઈ અને કાસુન્દ્રા ચંદુભાઈનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ છે.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામ પંચાયતના સરપંચશ્રી વિનોદભાઈ સિણોજીયા અને શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.