INTERNATIONAL

કોલેરાથી 26 દેશોમાં 2326 લોકોના મોતથી WHO ચિંતીત, વેક્સીનની અછત ઊભી થઈ

વિશ્વના દેશોમાં કોલેરાની વેક્સીનની અછત ઊભી થઈ છે. જુલાઈ માસ સુધી 2326 લોકો કોલેરાના કારણે મૃત્યુ પામ્યા છે. આથી WHOએ તમામ દેશોને વેક્સીનનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો છે.

કોલેરાના કારણે WHO પણ ચિંતામાં મુકાઈ ગયું છે. આ વર્ષે 28 જુલાઈ સુધી વિશ્વભરમાં તેના 307433 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 26 દેશમાં 2326 લોકોના મોત થઈ ચૂક્યા છે.એક તરફ તેના કેસ વધી રહ્યા છે તો સામે તેની વેક્સીનની શોર્ટેઝ દુનિયાભરમાં જોવા મળી રહી છે. આથી WHOએ કોલેરાની વેક્સીનનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો છે.
અત્યારે કોલેરાની વેક્સીનની જે માંગ છે એના કરતાં સ્ટોક ઓછો છે. 18 દેશોએ જાન્યુઆરી 2023 સુધી 105 મિલિયન ડોઝની માંગ કરી હતી. પરંતુ તેની સામે ઉત્પાદન 53 મિલિયન જ થયું હતું. આ વર્ષના જાન્યુઆરીથી મે સુધીમાં તમામ સ્ટોક પૂરો થઈ ગયો છે.
વૈશ્વિક સ્તર પર કોલેરાની વેક્સીનની અછતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જેમાં પૂર્વ ભૂમધ્યસાગરીય વિસ્તાર, આફ્રીકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં કોલેરાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આથી તમામ દેશોએ વેક્સીનના ઉત્પાદનમાં વધારો કરવા અને કોલેરાને રોકવા સ્વચ્છ જળ તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર ઉભી થઈ છે.

Back to top button
error: Content is protected !!