GUJARATMORBIWANKANER

સરકારી શાળાઓના શિક્ષકોને માથે સરકારે ekyc નું વધુ એક ઠીકરું ફૂટ્તા,બાળકોનાં શિક્ષણનો ભોગ લેવાશે!

સરકારી શાળામાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં શિક્ષકોને રોકવામાં આવતા વાલીઓમાં પણ રોશની જ્વાળા પ્રગટ.

મોરબી:સરકાર એક તરફ સરકારી શાળાના શિક્ષણમાં સુધારો થયો હોવાનો દાવો કરે છે ને બીજી તરફ શિક્ષકોને શિક્ષણની મુખ્ય કામગીરીથી અળગા રાખી બાળકોના રાશન કાર્ડમાં ekyc ની કામગીરીમાં જોતરી દેતા બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિઘ્ન ઉભા થયા છે.

 

 

જાણવા મળતી વિગતો મુજબ હાલમાં સરકાર દ્વારા ekyc ની કામગીરી પુર ઝડપે પુરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવતા દર વખતની જેમ આ વખતે પણ કામનો બોજ સરકારી શાળાના શિક્ષકો ઉપર મૂકી દેવામાં આવ્યો છે. ekyc ની કામગીરી જેટલી સરળ દેખાય છે એટલી સરળ નથી હોતી.ઘણા ખરા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય જેનો પૂર્વ અભ્યાસ કર્યા વગર સરકારે આ કામગીરીમાં સરકારી શાળાઓના શિક્ષકોને જોતરી દેતા “બાવાના બેઉ બગડ્યા”જેવો ઘાટ સર્જાય છે. સરકારી શિક્ષકો શાળામાં બાળકોને શિક્ષણની કામગીરી પુરી કરતા નથી.જ્યારે ekyc માટે પણ ઘણી સમસ્યાઓ સામે આવે છે જેમ કે આધાર કાર્ડમાં ફિંગર અપડેટ ન હોઈ,રાશન કાર્ડમાં બાળકોનું નામ ન હોઈ,રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોઈ વગેરે વગેરે અનેક સમસ્યાઓ હોવા છતાં સરકાર દ્વારા સમસ્યાઓનો મૂળ ઉકેલ શોધવાના બદલે બાળકોના શિક્ષણનાં ભોગે સરકારી શાળાના શિક્ષકોને ekyc ની કામગીરીમાં જોયા વિચાર્યા વગર સરકારે જોતરી દેતા બાળકોના શૈક્ષણિક કાર્ય પર સીધી અસર પડી છે.

વધુમાં સરકાર દ્વારા સત્વરે ekyc ની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં નહિ આવે તો વાલીઓ દ્વારા પણ મોટા પ્રમાણમાં રજુવાતો થઈ શકે એવા સમાચાર પણ સૂત્રોના હવાલેથી જાણવા મળી રહયા છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર હવે બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપે છે કે પછી ખોટા તાયફાઓ કરી બાળકોને જાણી જોઈને શૈક્ષણિક હકથી વંચિત રાખવાનું કાવતરું છે.

રિપોર્ટ

અર્જુનસિંહ વાળા વાંકાનેર

Back to top button
error: Content is protected !!