GUJARATMORBIMORBI CITY / TALUKO

નવી દિલ્હી ખાતે CCRT વર્કશોપમાં ગુજરાતની ટીમ દ્વારા સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન

 

નવી દિલ્હી ખાતે CCRT વર્કશોપમાં ગુજરાતની ટીમ દ્વારા સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન

 

નવી દિલ્હી સ્થિત CCRT (Centre for Cultural Resources and Training) ખાતે આયોજિત “Role of Schools in Conservation of Nature & Cultural Heritage” વિષય પરની રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપમાં 9 રાજ્ય ના ૫૩ શિક્ષકો એ ભાગ લીધેલ ગુજરાતની ટીમે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કાર્યક્રમના ભાગરૂપે તારીખ ૧૧-૦૨-૨૦૨૬ના રોજ ગુજરાતના પ્રતિનિધિ શિક્ષકો દ્વારા એક વિશેષ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી


પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય આ વર્કશોપનો મુખ્ય હેતુ શાળાઓ દ્વારા કુદરતી પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું જતન કેવી રીતે કરી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો છે. આ ઉમદા હેતુને સાર્થક કરતા ગુજરાતની ટીમે રાજ્યની સમૃદ્ધ પરંપરાઓ, લોકકલા અને પ્રકૃતિ સાથેના જોડાણને કૃતિઓ દ્વારા જીવંત કર્યું હતું.ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ આ પ્રદર્શનને સફળ બનાવવામાં ગુજરાતના શિક્ષકોએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. જેમાં નીચે મુજબના શિક્ષકશ્રી ઓ જોડાયા હતા:કાજલ મકવાણા,ખ્યાતિ ગર ,સરવૈયા હિમાંશુ એમ.,રાજ અરૂણકુમાર જે.,ડો. કિરીટ સોમૈયા ,મુખ્ય આકર્ષણ ગુજરાતની ટીમે પોતાની પ્રસ્તુતિ દ્વારા એ સંદેશ આપ્યો હતો કે શિક્ષણમાં માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ આપણી આસપાસની પ્રકૃતિ અને વિરાસત પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉપસ્થિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોએ ગુજરાતની આ કલાત્મક રજૂઆતને બિરદાવી હતી.આ વર્કશોપ આગામી દિવસોમાં શિક્ષકોને પર્યાવરણ પ્રેમી અને સંસ્કૃતિના રક્ષક તરીકે તૈયાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

Back to top button
error: Content is protected !!