JODIYA:જોડિયાના બાલંભામાં RSS દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન

JODIYA:જોડિયાના બાલંભામાં RSS દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન
જોડિયા તાલુકાના બાલંભા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ઐતિહાસિક ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત બાલંભા ઉદાસી આશ્રમના મહંત શ્રી જ્ઞાન મુનિબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષોનું સ્વાગત બાલંભા RSS મંડળના સદસ્ય અજયભાઈ રામપરિયા, પ્રફુલભાઈ ચોટલીયા, શીવાભાઈ ગોહિલ અને ભીમજીભાઇ વાઘેલા દ્વારા ઉષ્માભેર કરવામાં આવ્યું હતું.સનાતન ધર્મનું મહત્વ અને પ્રાસંગિક પ્રવચન કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના શારીરિક પ્રમુખ દીપકભાઈ ત્રિવેદીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તેમણે હિન્દુ ધર્મની પ્રાચીનતા અને વૈશ્વિક મહત્તા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે: હિન્દુ ધર્મ એ ભારતીય મહાદ્વીપમાંથી ઉદભવેલો અને વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે, જે ‘સનાતન ધર્મ’ તરીકે ઓળખાય છે. આ ધર્મના મૂળ આપણી સમૃદ્ધ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. ધર્મની સેવા, રક્ષણ, સંસ્કારોનું સિંચન અને સમુદાયની સર્વાંગી પ્રગતિ એ જ સાચો ધર્મ છે.કાર્યક્રમના અંતે ભારત માતાની ભાવપૂર્ણ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. અંતમાં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.











