MORBI:મોરબીમાં ‘જીતો’ દ્વારા ભવ્ય નવકાર મહામંત્ર ભાષ્ય જાપનું આયોજન: ૫૦૦ થી વધુ ભાવિકો ઉમટ્યા

MORBI:મોરબીમાં ‘જીતો’ દ્વારા ભવ્ય નવકાર મહામંત્ર ભાષ્ય જાપનું આયોજન: ૫૦૦ થી વધુ ભાવિકો ઉમટ્યા
મોરબી: શહેરના ધાર્મિક ઇતિહાસમાં પ્રથમ વખત JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા એક અનોખા ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની પાવન નિશ્રામાં આજે તારીખ ૯-૪ ના રોજ ‘નવકાર મહામંત્ર ભાષ્ય જાપ’ સંપન્ન થયો હતો.
વહેલી સવારથી જ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને યુવાન ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ રહી:
સામૂહિક જાપ: ૫૦૦ થી વધુ ભાવિકોએ એકસાથે જોડાઈને એક કલાક સુધી મહામંત્રના જાપ કર્યા હતા. ભવ્ય વાતાવરણમાં વિવિધ મુદ્રાઓ સાથે મહામંત્રનો ઉદઘોષ કરવામાં આવ્યો હતો.: સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ વિશ્વશાંતિ અને જગત કલ્યાણની પ્રાર્થનાનો હતો, જેનાથી આખું વાતાવરણ ઊર્જામય બની ગયું હતું.ટીમ ‘જીતો’નું સુંદર વ્યવસ્થાપન મોરબીમાં JITO દ્વારા આ પ્રકારનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ટીમમાં સામેલ હેમલ શાહ, મિહિર દોશી, સાગર શેઠ, નેમિષ મહેતા, અને બોની દફતરી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. આજના મંગલમય પ્રસંગે નવકારશીનો લાભ શ્રી મનસુખલાલ નવલચંદ દોશી પરિવારે લીધો હતો.
અન્ય ઉદાર દાતાઓ તરફથી ભાવિકોને પ્રભાવના તેમજ મિષ્ટપ્રસાદ (ભાતું) અર્પણ કરવામાં આવ્યું હતું.
આ આધ્યાત્મિક મહોત્સવે મોરબીના જૈન શાસનમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો છે અને યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેની રુચિ વધારવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.











