GUJARATMODASA

મોડાસા રૂરલ પોલીસે પ્રોહી એકટ હેઠળ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી,દારૂ પીધેલ પોલીસ કર્મચારી ડુઘરવાડા પાસે થી મળી આવ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા રૂરલ પોલીસે પ્રોહી એકટ હેઠળ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી,દારૂ પીધેલ પોલીસ કર્મચારી ડુઘરવાડા પાસે થી મળી આવ્યો

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર ક્યાંક અરવલ્લી જિલ્લાને લાગુ ન પડતું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. એમાં પણ જાણે કે ખાખીને ડાઘ લાગ્યો હોય તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મી સામે રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યાં લીંભોઈ ગામના વિક્રમસિંહ વકતુસિંહ ચાવડા પોલીસ કર્મી સામે નોંધાઇ છે ફરિયાદ,પોલીસ કર્મી પહેલા અરવલ્લીમાં અને હાલ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે દારૂ પીધેલ હાલતમાં મોડાસાના ડુઘરવાડા પાસેથી પોલીસ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!