MORBI:મોરબીમાં પાંચ સ્થળોએ જીએસટીના DGGI વિભાગના દરોડા

MORBI:મોરબીમાં પાંચ સ્થળોએ જીએસટીના DGGI વિભાગ ના દરોડા
જેતપર પીપળી રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ સીરામીક અને આર્ટ ટાઇલ્સ યુનિટ પર દરોડા ધરતી ટાવરમાં આવેલ ત્રણ જેટલી આંગડિયા પેઢીમાં પણ દરોડા અનેક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા રોકડ વ્યવહાર અને અન્ય નાણાકીય વ્યવહારની પણ સુરાગો હાથે લાગી મોટી માત્રામાં ડિજિટલ સાહિત્ય અને ડોક્યુમેન્ટ સાહિત્ય હાથે લાગ્યું વહેલી સવારથી પાંચ જેટલી જગ્યા ઉપર જીએસટી વિભાગ ના દરોડા રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નેતાના યુનિટ પર દરોડા
મોરબીના સિરામિક એકમોમાં સમયાન્તરે જીએસટી વિભાગ દરોડા કાર્યવાહી કરતું રહે છે જેમાં આજે બે સિરામિક યુનિટમાં જીએસટી રેડ ચાલી રહી છે સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે બંને એકમમાં ટીમો સર્વે સહિતની કામગીરી કરી રહી છે મોરબીના પ્લેટીનીયમ સિરામિક અને આર્ટ ટાઈલ એમ બે સિરામિક એકમમાં ડીજીજીઆઈના દરોડા ચાલુ છે બંને એકમોમાં જીએસટી ચોરીની તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ ટીમો બંને સિરામિક એકમોમાં દસ્તાવેજો, ડોક્યુમેન્ટ અને ફાઈલોની તપાસ ચલાવી રહી છે તેમજ ડીજીટલ સાધનોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે જોકે જીએસટી ચોરી પકડાઈ છે કે કેમ અને કેટલી પકડાઈ છે તે હાલ સ્પષ્ટ નહિ હજુ ટીમોની કામગીરી ચાલી રહી છે અને સર્વે પૂર્ણ થયા બાદ સ્પષ્ટ માહિતી મેળવી શકાશે







