MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવ–2025 માં ગૌરવપૂર્ણ પ્રદર્શન

MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવ–2025 માં ગૌરવપૂર્ણ પ્રદર્શન
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી પી.ડી. કાંજિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર -બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત સેમિનારમાં વક્તાશ્રી પ્રતિકભાઈ કાછડીયાએ વિદ્યાર્થીઓને નીચેના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું:
સમયનું આયોજન ,અસરકારક અભ્યાસ પદ્ધતિ,યાદશક્તિ વધારવાના ઉપાયો,પરીક્ષા તણાવનું સંચાલન,આત્મવિશ્વાસપૂર્વકની તૈયારી
વિદ્યાર્થીઓએ આ સેમિનારને અત્યંત ઉપયોગી ગણાવ્યો.-ધોરણ 11 કોમર્સ – બેંકિંગ પ્રેક્ટિકલ મુલાકાત
કોમર્સના વિદ્યાર્થીઓ માટે HDFC બેંક, IDBI બેંક અને રાજકોટ નાગરિક કો-ઓપ. બેંક ખાતે પ્રાયોગિક મુલાકાત યોજાઈ.વિદ્યાર્થીઓને નીચેના વિષયોનો રિયલ ટાઇમ અનુભવ અપાયો:
ખાતું ખોલવાની પ્રક્રિયા -પાસબુક, ચેક અને ડીડીડીની સમજૂતી નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનબેંકિંગ સુરક્ષા અને ફ્રોડ પ્રિવેન્શન
જિલ્લા નિબંધ લેખન સ્પર્ધામાં નવયુગની સિદ્ધિ- મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત આયোজિત જિલ્લા સ્તરની નિબંધ લેખન સ્પર્ધામાં નવયુગની વિદ્યાર્થીનીઓએ ગૌરવપૂર્ણ સફળતા મેળવી:
દેથરિયા સૃષ્ટિ – પ્રથમ સ્થાન (મોરબી જિલ્લો) પટેલ ક્રિના – ત્રીજું સ્થાન (મોરબી જિલ્લો)
યુવા મહોત્સવ–2025 (15 વર્ષથી ઉપર) – નવયુગનો દબદબો આજે યોજાયેલા યુવા મહોત્સવ–2025 (જિલ્લા કક્ષાનો) કાર્યક્રમમાં નવયુગના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં ઝળહળતી સિદ્ધિઓ મેળવીને મોરબી જિલ્લાનો ગર્વ વધાર્યો.
જિલ્લા સ્તરે પ્રાપ્ત થયેલી સફળતાઓ:
સમૂહ ગાયન – પ્રથમ (મોરબી)
લોકગીત – પ્રથમ (મોરબી) – કંઝારિયા જેનિશભાઈ
ભજન – પ્રથમ (મોરબી) – ગઢવી યુવરાજભાઈ
નિબંધ સ્પર્ધા – પ્રથમ (મોરબી) – સરડવા ધ્વનિબેન
એક પાત્ર અભિનય – દ્વિતીય સ્થાન – કાલરિયા ડિમ્પલ
સ્ટોરી રાઇટિંગ – જિલ્લામાં પ્રથમ સ્થાન – નિવૃત્તિબેન ફેફર
સર્જનાત્મક સ્પર્ધા – દ્વિતીય સ્થાન – કૈલા યશ્વિ
વિદ્યાર્થીઓની આ સફળતા નવયુગ પરિવાર માટે ગૌરવ ની ક્ષણ છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન — શિક્ષણમાં ગુણવત્તા, વ્યક્તિત્વમાં વિકાસ













