DAHODGUJARAT

ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા દિલ્હી થી મુંબઈ નેશનલ કોરિડોર હાઇવેને લઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

તા. ૨૨.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

DAHOD:ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા દિલ્હી થી મુંબઈ નેશનલ કોરિડોર હાઇવેને લઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ

જમીનના બદલે જમીન મળે અથવા ડબલ વળતર મળે એ માટે ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર કચેરી છાપરી ખાતે આવેદન દિલ્હી થી મુંબઈ કોરીડોર હાઈવે ૧૪૮ NH માં ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન દિલ્લી થી મુંબઈ કોરીડોર હાઈવે બનાવવાં લઈ લેવામાં આવી છે.જે જમીનોનું ખેડૂતો દ્વારા વાંધા સાથે વળતર સ્વીકારેલ હતું.જે બાબતે ગુજરાત હાઇકોર્ટ માં હાલ કેસ ચાલુ છે.પણ આજદિન સુધી કોઈ પણ જાતની સુનાવણી રાખવામાં ન આવતાં. ક્યાકને ક્યાંક ખેડૂતોમાં નારાજગી છે અને લીધેલી જમીનોનું ડબલ વળતર મળે અથવા જમીનના બદલે જમીન મળે તે બાબતે આજરોજ ઝાલોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી છાપરી ખાતે ઉપસ્થિત રહી તેમજ આ કોરીડોરના હિસાબે ઝલોદ તાલુકા ૧૪ અસરગ્રસ્ત ગામોના ગરીબ આદિવાસી ભાઈ બહેનો ને લાઈટ,પાણી,રસ્તા,તેમજ ખેતરોમાં વરસાદી પાણીની ભરાવાથી પાકને થતા નુકસાન થાય છે તેનું વળતર ચૂકવવામા આવે છે તેમજ આંગણવાડી અને સ્કૂલે જતા બાળકોને રસ્તાઓ અને ગ્રામજનો ને અવર જવરના રસ્તાની કોઈ સુવિધા ન હોવાથી લોકોને સમસ્યા વેઠવી પડી રહી છે તે તમામ બાબતોને લઈ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા ક્લેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી

Back to top button
error: Content is protected !!