GANDHINAGARGUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT:​ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્ય

 

GUJARAT:​ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્ય

 

​ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા માટેના નિયમોમાં ધરખમ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. નવી સૂચિત પદ્ધતિ મુજબ, હવે પુખ્ત વયના યુગલો માત્ર સાક્ષીઓના આધારે છૂપી રીતે લગ્ન નોંધણી કરાવી શકશે નહીં. આ પ્રક્રિયામાં હવે માતા-પિતાની જાણકારી અને સંમતિને સર્વોપરી બનાવવામાં આવી છે.


શું ફેરફાર થયો? (જૂની વિ. નવી પદ્ધતિ) અગાઉની પદ્ધતિમાં યુવક-યુવતીઓ માત્ર બે સાક્ષીઓ અને પોતાના ઓળખના પુરાવા રજૂ કરીને લગ્ન નોંધણી કરાવી શકતા હતા. જેમાં માતા-પિતાને જાણ કરવી કે તેમના દસ્તાવેજો આપવા ફરજિયાત નહોતા. પરંતુ, નવી પદ્ધતિ મુજબ:માતા-પિતાના દસ્તાવેજો: વર-વધુના માતા-પિતાના આધારકાર્ડ, નામ, સરનામું અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત છે.​સત્તાવાર જાણ: અરજી મળ્યાના 10 કામકાજના દિવસોમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા માતા-પિતાને ઈલેક્ટ્રોનિક અથવા ભૌતિક માધ્યમથી લગ્ન અંગેની જાણ કરવામાં આવશે.​વેટિંગ પિરિયડ: અરજી કર્યા બાદ 30 દિવસનો નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી જ લગ્ન નોંધણી થઈ શકશે.​લગ્ન નોંધણીના નવા 7 તબક્કા:નોટરાઈઝ્ડ અરજી: બંને પક્ષો અને સાક્ષીઓની સહી સાથેની નોટરાઈઝ કરેલી અરજી અને સરકારી ઓળખ પુરાવા.પ્રાથમિક દસ્તાવેજો: આધારકાર્ડ, જન્મનો દાખલો/LC, કંકોત્રી અને લગ્નવિધિના ફોટા રજૂ કરવા પડશે.​ડિક્લેરેશન: વર-વધુએ લેખિતમાં જણાવવું પડશે કે તેમણે માતા-પિતાને જાણ કરી છે.માતા-પિતાની વિગતો: માતા-પિતાના તમામ અંગત દસ્તાવેજો અને સંપર્ક વિગતો આપવી પડશે. રજિસ્ટ્રારની કાર્યવાહી: રજિસ્ટ્રાર દસ્તાવેજોની ચકાસણી કરી માતા-પિતાને સત્તાવાર નોટિસ મોકલશે.​30 દિવસની મર્યાદા: જિલ્લા કે તાલુકા રજિસ્ટ્રાર પાસે 30 દિવસ સુધી અરજી રહેશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.સર્ટિફિકેટ: નોંધણી થયા બાદ પ્રમાણપત્ર (ફોર્મ-2) સીધું અરજદારના ઘરે પોસ્ટ મારફતે મોકલવામાં આવશે.સરકારનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારના મતે આ કડક નિયમોથી સામાજિક ગેરરીતિઓ અટકશે. યુગલો દ્વારા થતી ઉતાવળી કે ગુપ્ત લગ્ન નોંધણી પર રોક લાગશે અને સમગ્ર પ્રક્રિયા વધુ નિયંત્રિત તેમજ પારદર્શક બનશે.

Back to top button
error: Content is protected !!