GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT:સ્થાનિક સ્વરાજની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૂ.

 

 

GUJARAT: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૂ.

 

રાજકોટ શહેર ખાતે પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ તથા ઝોન ઇન્ચાર્જ પ્રકાશ દોંગાની આગેવાનીમાં ઉમેદવારી પસંદગી પ્રક્રિયા યોજાઈ

15 માર્ચ સુધીમાં સ્થાનિક સ્તરે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલશે: AAP

16 થી 18 માર્ચ સુધી પ્રદેશ સ્તરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે: AAP

20 માર્ચ પછી તમામ સીટો પર અમે મજબૂત ઉમેદવારો ઉતારીશું: AAP

જે પણ લોકો ઉમેદવારી કરવા માંગતા હોય, તેમને જિલ્લા સ્તરની સ્ક્રુટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ: AAP

અમદાવાદ/રાજકોટ/ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ખાતે સેન્સ પ્રક્રિયા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ તથા ઝોન ઇન્ચાર્જ પ્રકાશભાઈ દોંગાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા, તથા લોકસભા સહઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, વિધાનસભા ૭૦ ઇન્ચાર્જ શિવલાલભાઈ બારસીયા, વિધાનસભા ૬૮ ઇન્ચાર્જ રાહુલ ભુવા, વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્ય ઈનચાર્જ કૌશિકભાઇ મકવાણા, વિધાનસભા ૬૭ વાંકાનેર ઇન્ચાર્જ પંકજભાઈ આંદ્રોજા, સહ ઇન્ચાર્જ અર્જુનસિંહ વાળા, ટંકારા વિધાનસભા ઇન્ચાર્જ પંકજભાઈ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ, સાઉથ ઝોન સહ ઇન્ચાર્જ ચેતન કમાણી, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે.પરમાર, પ્રદેશ સહ મંત્રી ઈન્દુભા રાઓલ સહિતના આગેવાનો જોડાયા હતા.

આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહ્યો છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે. આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10મી તારીખથી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

Back to top button
error: Content is protected !!