GUJARAT ગુજરાતમાં જળક્રાંતિ માટે મોટી પહેલ: ઘોઘા-હંસોલ અને વછરાજબેટ-સામખિયાળી જળ પરિયોજનાઓ માટે રજૂઆત

GUJARAT ગુજરાતમાં જળક્રાંતિ માટે મોટી પહેલ: ઘોઘા-હંસોલ અને વછરાજબેટ-સામખિયાળી જળ પરિયોજનાઓ માટે રજૂઆત
વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે, ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળસંચયની વિશાળ યોજનાઓ શરૂ કરવા માટે મોરબી કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અજયભાઈ ઝાલરીયા દ્વારા રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
અજયભાઈ ઝાલરીયાએ પાઠવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે બે મહત્વના વિસ્તારોમાં નવનિર્માણ પામનાર જળસંચય રિઝર્વોયર (જળાશય) પર ભાર મૂકવામાં આવ્યો છે:
ખંભાતના અખાત વિસ્તારમાં: ઘોઘા થી હંસોલ સુધીની જળસંચય પરિયોજના.કચ્છના નાના રણ વિસ્તારમાં: વછરાજબેટ (ઝીંઝુડા) થી સુરજબારી અને સામખિયાળી સુધીની જળ સંચય પરિયોજના. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આ પરિયોજનાઓ અમલી બનવાથી ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાથમિક (ખેતી), સેવા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ થશે. ‘સુજલામ સુફલામ’ અને ‘જળ શક્તિ અભિયાન’ અંતર્ગત આ યોજનાઓથી પાણીની સમસ્યા હલ થશે અને સમગ્ર પંથકની સુખ, સુવિધા અને સમૃદ્ધિમાં વધારો થશે.આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રી મારફતે માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓને આવી છે કે, સર્વ લોકહિતના હેતુસર આ જળસંચય પરિયોજનાઓનું નવનિર્માણ ત્વરિત કરવામાં આવે.









