GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શાળા શ્રી હાઇસ્કુલ હરબટીયાળી ઇન્સ્પાયર એવોર્ડમાં  ( બે ) પ્રોજેક્ટ પસંદ 

GUJARAT:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શાળા શ્રી હાઇસ્કુલ હરબટીયાળી ઇન્સ્પાયર એવોર્ડમાં  ( બે ) પ્રોજેક્ટ પસંદ

 

 

ઉલ્લેખનીય છે કે હમણાં જ GCERT – ગાંધીનગર તથા NCERT – ન્યુ દિલ્લી આયોજિત રાજયકક્ષાનો વર્ષ 2024-25 નો વલસાડ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય ગયો. જેમાં શ્રી હાઇસ્કુલ હરબટીયાળીએ એસ.વી.એસ. તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ પોતાના વિભાગમાં પ્રથમ નંબર મેળવીને રાજય કક્ષા સુધી પહોંચવામાં સફળતા મેળવીને મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું. તેમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ


ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આયોજિત ઇન્સ્પાયર એવોર્ડ 2024-25માં સમગ્ર ગુજરાતમાં 1282 પ્રોજેક્ટની પસંદગી પામેલ છે, તેમાં શ્રી હાઈસ્કૂલ હરબટીયાળીનાં 2 ( બે ) પ્રોજેક્ટને સ્થાન મળેલ છે.
આ તકે શાળાના આચાર્ય શ્રી રોહિતભાઈ મુછારા પ્રેરિત 1.સ્માર્ટ ડસ્ટબિન અને 2. રેસોમીટર બંને પ્રોજેક્ટ બનાવનાર અને તેમાં ભાગ લીધેલ ઉત્સુક વિધાર્થીનીઓ સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન તથા પ્રોજેક્ટના માર્ગદર્શક એવા શાળાના સાયન્સ ટીચર સંધ્યાબેન વરમોરા, આ ઉપરાંત શાળાના સહયોગી કર્મચારીઓ સચીનભાઈ રંગપરીયા, શીતલબેન ઢેઢી, મમતાબેન ચૌધરી, તેમજ ક્રિષ્નાબેન સંઘાણીએ જરૂરિયાત મુજબ મદદ કરેલી. આ તમામે શાળાને ગૌરવ અપાવેલું છે. ગામડાની એક નાનકડી શાળા શ્રી હાઇસ્કુલ હરબટીયાળી કે જે સરકારના અલગ અલગ વિભાગમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી રહી છે ત્યારે આ શાળાને ગૌરવંતુ સ્થાન આપવવા બદલ તમામનો શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા સમગ્ર ટીમનો આભાર્ વ્યકત કરે છે.

Back to top button
error: Content is protected !!