AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 6-7 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શુક્રવારે(5 સપ્ટેમ્બર) સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય 20થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ. જેમાં બનાસકાંઠા, પાટણ, સારબકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (6 સપ્ટેમ્બર) ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, બોટાદ, રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

Back to top button
error: Content is protected !!