GUJARATJUNAGADH

ટેકાના ભાવે મગફળી પાકની નોંધણી અને ડિજીટલ ક્રોપ સર્વે વેરીફિકેશન અંગે મૂંઝવણ હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

ટેકાના ભાવે મગફળી પાકની નોંધણી અને ડિજીટલ ક્રોપ સર્વે વેરીફિકેશન અંગે મૂંઝવણ હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજય સરકારશ્રી મારફત કરવામાં આવે છે. રાજયના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૨૨/૦૯/૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ. (VCE) મારફતે વિના મુલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ મારફત હાલમાં ચાલુ છે. તેમજ મોટાભાગના ખેડૂતો દ્રારા નોંધણી પૂર્ણ કરવામાં આવેલ છે.ચાલુ ખરીફ સિઝનમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલ નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબર ડિજીટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઇમેજ આધારીત વેરીફિકેશન કરવામાં આવી રહેલ છે. હાલની સ્થિતિએ સર્વે નંબરમાં પાક અને ત્યારબાદ સેટેલાઈટ કે ડિજીટલ ક્રોપ સર્વેમાં પાકની વિસંગતતા નિવારવા નીચે મુજબ કાર્યવાહી કરવા તમામ ખેડૂતોને અનુરોધ છે. જે ખેડૂતોએ નાફેડના ઇ-સમુધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલ હોય તેવા ખેડૂતોની હાલમાં ચાલી રહેલ ડિજીટલ ક્રોપ સર્વેમાં સર્વેયર મારફત ૧૦૦% સર્વે કામગીરી પૂર્ણ કરાવવી. આ માટે આપના ગામના તલાટીશ્રી, ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવો. નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે Pay Store પરથી Crop Survey-Gujarat એપ ડાઉનલોડ કરી ડિજીટલ ક્રોપ સર્વે કરી શકશે. વધુ માહિતી માટે આપના ગામના VCE, તલાટીમંત્રીશ્રી, ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવા તેમજ જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા, જૂનાગઢ ખાતે ૦૨૮૫ – ૨૯૬૦૧૬૬ નંબર પર કચેરીના સમય દરમિયાન ( ૧૦:૩૦ થી ૦૬:૦૦) સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!