GUJRAT ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળે તેવો ભય રાખવાની જરૂર નથી : પૂરતો જથ્થો ઉપલબ્ધ

GUJRAT ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળે તેવો ભય રાખવાની જરૂર નથી : પૂરતો જથ્થો ઉપલબ્ધ
ખેડૂતોએ યુરિયા ખાતરની અછતની ભ્રામક વાતોમાં દોરવાવું નહીં : નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ
યુરીયા ખાતરમાંમાં જીણો ભુક્કો હોવાની બાબતમાં જૂનાગઢની ગુણવતા નિયંત્રણની ટીમ દ્વારા તપાસ કરાવતા યુરીયા ખાતર એ કાયદેસરનું રાજ્યની GSFC ltd કંપની દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવેલ અને સપ્લાય થયેલ અધિકૃત ખાતર હોવાનું સામે આવ્યું
જૂનાગઢ તા.૧૦ શ્રી વંથલી સેવા સહકારી મંડળી લી., વંથલી દ્વારા GSFC કંપની પાસેથી કુલ ૫૦૦ બેગ ઈમ્પોર્ટેડ નીમ કોટેડ યુરીયા ખાતર તા. ૦૮/૧૨/૨૦૨૫ના રોજ જૂનાગઢ રેક પોઈન્ટ ખાતે આવેલ રેક માંથી મંગાવેલ હતું, જેમાંથી ખેડૂતો દ્વારા યુરીયામાં જીણો ભુક્કો હોય તે બાબતની ફરિયાદ મળતા મંડળી દ્વારા ખાતર વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. જેની જિલ્લા કક્ષાએ જાણ થતા તુરંત નાયબ ખેતી નિયામક (વિ.), જૂનાગઢની ગુણવતા નિયંત્રણની ટીમ દ્વારા તપાસ કરાવતા આ યુરીયા ખાતર એ કાયદેસરનું રાજ્યની GSFC ltd કંપની દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવેલ અને સપ્લાય થયેલ અધિકૃત ખાતર જ છે. તંત્ર દ્વારા પણ આ યુરીયાના નમૂનાઓ લઇ તપાસણી અર્થે મોકલી આપવામાં આવ્યું છે. આમ, અન્ય કોઈ બિન આધારભૂત કે સ્ફૂરીયશ સોર્સ દ્વારા સપ્લાય થયેલ ન હતું.
વધુમાં હાલ રવિ સીઝનનું વાવેતર પૂર્ણ થવામાં હોય, નજીકના સમયમાં ઘઉં જેવા પાકમાં પૂર્તિ ખાતર તરીકે યુરીયા ખાતરનો ઉપયોગ થવાનો છે ત્યારે જિલ્લાના તમામ ખેડૂતોને જરૂરીયાત મુજબ યુરીયા ખાતર મળી રહે તે માટે જિલ્લામાં ઓક્ટોબર માસથી અત્યાર સુધીમાં ૧૫૬૩૭ મેં. ટન યુરીયા જિલ્લાના તમામ તાલુકામાં જુદા જુદા છુટક વિક્રેતાઓ મારફત વિતરણ કરવામાં આવ્યું છે. અને હાલ જિલ્લાના જુદા જુદા તાલુકામાં ૧૬૧૧.૭૪ મેં. ટન યુરીયા ખાતર વિક્રેતાઓ પાસે તેમજ ૩૦૦૦ મેં. ટન જથ્થો ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઇન્ડ. ના ગોડાઉનોમાં સુરક્ષીત સંગ્રહમાં ઉપલબ્ધ છે. તેમજ હાલમાં IPL અને GNFC કંપનીની યુરીયા ખાતરની રેક રેલ્વે સ્ટેશન ખાતેથી વિતરણમાં આવેલ છે . ઉપરાંત KRIBHCO, IFFCO, GSFC, NBCL જેવી વિવિધ કંપનીઓ દ્વારા રેક અને રોડ મારફત જિલ્લાના ખેડૂતોને જરૂરીયાત મુજબ યુરીયા ખાતર મળી રહે તે માટેનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે, સમયાંતરે રેક મારફત યુરીયા પૂરતા પ્રમાણમાં આવનાર છે. જેથી ખેડૂતને એ પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે, કોઈ ખેડૂતો યુરીયા નહી મળે તેવો ડર રાખી બિન જરૂરી સંગ્રહ ન કરે અથવા તો આગોતરી ખરીદી ના કરે/ જ્યારે પણ જરુરુ હશે ત્યારે યુરીયા પૂરતા પ્રમાણમાં સમગ્ર જિલ્લામાં ઉપલબ્ધ રહેશે. જિલ્લામાં શિયાળુ સીઝન માટે ૩૬૦૦૦ મેં. ટન ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવાનું સચોટ આયોજન વહીવટી તંત્ર મારફત કરવામાં આવ્યું છે.
યુરીયા ખાતરની અછતના અન્ય જિલ્લાના વિડીયો કે સમાચારમાં જોઇને ખેડૂતોએ યુરીયાની અછત છે કે, યુરીયા નહિ મળે તેવો ભય રાખવાની કોઈ જરૂર નથી. સરકારશ્રી દ્વારા તમામ ખેડૂતોને તેમણે વાવેલ પાકો માટે જ્યારે પણ જરૂરત પડે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરીયા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તંત્રની છે. જેથી જે ખેડૂતોને હાલ પૂરતો ડોઝ આપવાની જરૂર છે તે ખેડૂતો જ યુરીયાની ખરીદી કરે જેથી આપને સાચી જરૂરીયાત અનુસાર વિતરણ વ્યવસ્થામાં સક્ષમ રીતે પહોંચી વળીએ.
આમ, ખરેખર સમગ્ર જિલ્લામાં કોઈ જગ્યાએ યુરીયા ખાતરની અછત ના હોય, અને લાંબી લાઈનોના કોઈ ભ્રામક વિડીયો/ સમાચાર જોઈ એક સાથે ન નીકળતા જરૂરીયાત મુજબ ખરીદી કરવા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
કોઈ પણ વિક્રેતાને ત્યાં કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી કે કાળાબજારી થતી જોવા મળેલ નથી અને કોઈ ખેડૂત યુરીયા ઉપલબ્ધ હોવા છતાં મેળવ્યા વગર પરત જતા ધ્યાને આવેલ નથી. આમ, તમામ ખેડૂતોને તેમની જરૂરીયાત મુજબ સમયસર યુરીયા ખાતર ઉપલબ્ધ કરાવવા માટે તમામ ખાતર કંપનીઓ તથા નાયબ ખેતી નિયામક (વિ.) અને સમગ્ર ટીમ સતત કાર્યરત રહી અને ઘનિષ્ટ મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે.
ઉલ્લેખનીય છે કે, તા. ૦૮/૧૨/૨૦૨૫ ના રોજ પ્રીન્ટ અને ડીઝીટલ મીડિયા અને સમાચાર ચેનલમાં પ્રસારીત થયેલ “નમક જેવું યુરીયા ખાતર મળતા ખેડૂતોનો હોબાળો” સમાચાર પ્રસિધ્ધ થયેલ હતા. જેની હકીકત ઉપરોક્ત મુજબની છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.







