BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
બે વર્ષથી ફરાર ઘરફોડ ચોર પકડાયો:દહેજ મરીન પોલીસની હદમાંથી પેરોલ ફર્લો સ્કોડે આરોપી જસવંતસિંહને દબોચ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્કોડની ટીમે બાતમીના આધારે આરોપી જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે જિલ્લામાં બનેલા વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે ઘરફોડ ચોરીના આરોપી જસવંતસિંહને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.