થરામાં વર્ષો જૂના ૨૦૦ થી વધુ દબાણો નગર પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હટાવાયા…
થરામાં વર્ષો જૂના ૨૦૦ થી વધુ દબાણો નગર પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હટાવાયા...

થરામાં વર્ષો જૂના ૨૦૦ થી વધુ દબાણો નગર પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હટાવાયા…
સમગ્ર ગુજરાત રાજ્યમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગર પાલિકા વિસ્તાર માં ટ્રાફિક કરતા અને બિનઅધિકૃત હાઈવે ની જમીન પર કબજો જમાવી આર્થિક લાભ લેતા લારી ગ્લલાના વર્ષો જૂના દબાણો આખરે તાજેતરના વરિષ્ઠ સનદી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન થી થરા નગર પાલિકા દ્વારા અને હાઈવે ઓથોરિટી દ્વારા થરામાં રહેલા ૨૦૦ થી વધુ દબાણો હટાવવાની પ્રક્રિયા તા. ૧૩/૦૧/૨૦૨૫ ને સોમવાર ના રોજ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ પણ થરા નેશનલ હાઈવે દ્વારા કેબિન બજાર હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર ન કરતા પૂનમ ને સોમવાર તથા મંગળવાર ઉત્તરાયણના સવારે રાષ્ટ્રીય ધોરી માર્ગ પાલનપુરના પ્રોજેક્ટ મેનેજર મિશ્રા,થરા નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, થરા પી.આઈ.આર.એચ. જારિયા,ઓડિટર હિતેશ મોચી સહિત નેશનલ હાઈવે ઓથોરિટી ,નગર પાલિકા સ્ટાફ અને અધિકારીઓ સાથે મળી થરામાં હાઈવે ઉપર રહેલા લારી ગલ્લા કેબીન હટાવવાની કામગીરી હાથ ધરી હતી.વહેલી સવારે તંત્રએ થરા પોલીસ સ્ટાફને સાથે રાખી આ કામગીરી શરૂ કરવામાં કરાવી હતી.આ અંગે હાઈવે ઓથોરિટી પ્રોજેક્ટ મેનેજર મિશ્રાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ના ૨૦૦ થી વધુ જેટલા દબાણોને વારંવાર નોટિસો આપ્યા બાદ પણ દબાણો દૂર ન કરતા અમોએ આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.અમારી સાથે થરા નગર પાલિકાના ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, થરા પી.આઈ. જારીયા સહિત નગર પાલિકા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. દબાણ નું કાયમી સોલ્યુશન આવશે.એન.એચ.એ.આઈ.આ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાલનપુર ના અધિકારી મિશ્રાએ જણાવ્યું હતું કે બિન અધિકૃત કરેલા દબાણો આજે દૂર કરાયા છે અને સ્થળે ફેંશિંગ અને રોડ સમતળ કરવામાં આવશે અમો દબાણનો પ્રશ્ન કાયમી હલ કરવાના છીએ તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







