શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણ એન.એસ.એસ.યુનિટ અને બનાસ ડેરી દ્વારા સિડબોલ પ્લાનટેશન કાર્યક્રમ યોજાયો
27 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણ એન.એસ.એસ.યુનિટ અને બનાસ ડેરી દ્વારા સિડબોલ પ્લાનટેશન કાર્યક્રમ યોજાયો.બનાસ ડેરીના સહયોગ થી શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ના એન.એસ.એસ.યુનિટ દ્વારા સિડબોલ પ્લાન્ટેશન કાર્યક્રમ લિંડીપાદરના પર્વતીય વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જેમાં બનાસ ડેરી અંતર્ગત ચાલતા ગ્રીન અરાવલી રેન્જ અભિયાનના ઇન્ચાર્જ ડો.અશોકભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત સિડબોલબનાસ ડેરી દ્વારા પુરા પાડવામા આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા ડો. અશોકભાઈ પટેલ દ્વારા એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓને સિડબોલ શા માટે તૈયાર કરવામાં આવે છે અને શા માટે પર્વતીય વિસ્તારમાં તેને રોપવામાં આવે છે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ અભિયાનના ઇન્ચાર્જ ડો.અશોકભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર શ્રી એચ.એમ.પંચાલ અને શ્રી કે.એન.પંડયા સાહેબ લિંડીપાદરના પર્વતીય વિસ્તારમાં જઈને સિડબોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. અને આ પર્વતીય વિસ્તાર ગ્રીન બને તે માટે વિદ્યાર્થીઓએ પર્વતો પર ચઢીને સિડબોલ રોપ્યા હતા. અંતમાં શાળાના આચાર્યશ્રીએ બાળકોને ગ્રીન અરાવલી અભિયાન વિશે માહિતી આપી અને પોતાના ગામ અને વિસ્તારને ગ્રીન બનાવવા માટે સમજાવ્યા હતા.