MORBI:મોરબીમાં આજે ઠેર ઠેર ગુરૂ પૂર્ણિમાની પર્વ ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબીમાં આજે ઠેર ઠેર ગુરૂ પૂર્ણિમાની પર્વ ઉજવણી કરવામાં આવી
રીપોર્ટ:- વાત્સલ્ય સમાચાર શ્રીકાંત પટેલ મોરબી)
ગુરુ ગોવિંદ દોનો ખડે દોનો ખડે કીસ કો લાગુ પાય
બલિહારી ગુરુદેવ કી જિસને ગુરુ દયો બતાઇ અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પુનમ આજે ગુરુપૂર્ણિમા નો દિવસ હોય ઠેર ઠેર ગુરુ પૂજન અને ગુરુ મહિમાના કાર્યક્રમો યોજાયા હતા. ગુરુ એટલે કુળ ગુરુ શિક્ષા ગુરુ જ્ઞાનગુરુ ટૂંકમાં જેમાંથી પ્રેરણા મળે તે ગુરુ એ આવું પ્રેરણા મળતું સ્થળ એટલે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ જ્યાં કાયમ જ્ઞાન ભક્તિની સરિતાઓ વહે છે આજના ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રામધન આશ્રમમાં મહંત ભાવેશ્વરી દેવી માતાજી અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ના સાનિધ્યમાં ગુરુ મહિમાનો સત્સંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં આજે લોકો દર્શન કરવા આવી રહ્યા હતા અને દર્શન કરીને ભાવવિભોર બનતા હતા. અહીં ભોજન તો મળે છે પરંતુ મનની શાંતિ મળે તેવું કુદરતી વાતાવરણમાં આ આશ્રમ આવેલો છે.
આ સત્સંગમાં આંગણે આવેલા અતિથિ દેવો ભવઃ મહિમા અને ગુરૂ મહિમા નો ઉપદેશ સમજાવતા મહંત ભાવેશ્વરી દેવી એ સૌને આશિવૉદ પાઠવ્યા હતા.










