GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના કડિયાણા ગામ નજીક ગરમીને કારણે ચક્કર આવીને ઢળી પડેલ શ્રમિકનું મૃત્યુ
Halvad:હળવદના કડિયાણા ગામ નજીક ગરમીને કારણે ચક્કર આવીને ઢળી પડેલ શ્રમિકનું મૃત્યુ
હળવદ તાલુકાના કડિયાણાથી પાંડાતીરથ જિસ્મ જવાના રસ્તે ગરમીને કારણે ચક્કર આવત ઢળી પડેલ યુવકનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જીલ્લાના નારકોટ ગામે રહેતા હાલ હળવદ તાલુકાના કડિયાણા ગામે માનસરના પ્રવીણભાઈ મનસુખભાઇ ચાવડાની વાડીમાં રહેતા કરણભાઇ જયંતિભાઇ વણકર ઉવ.૨૩ ગઇકાલ તા.૦૬/૦૬ના રોજ કડિયાણા ગામની વાડીએથી કરિયાણું લેવા ગયેલ યુવકને જુના કડિયાણા થી પાંડાતિરથ ગામ જવાના રોડ પર, ખારાપટ્ટના ખરાબા પાસે, કડિયાણા ગામની સિમમાં ગરમીને કારણે ચક્કર આવતા પડી ગયો હતો. ત્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે કરણભાઈને જોઈ તપાસી મૃત જાહેર કરતા હળવદ પોલીસે અ.મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.