વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

૩ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવા બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માં પર્યાવરણના રક્ષણ માટે આહવાન કરવામાં આવતાં બનાસકાંઠા માં પસાર થતી અરવલ્લી ની ગીરીકંદરાઓ માં સીડ બોલ કાર્યક્રમ તથા જિલ્લા ના જાહેર સ્થળો એ વૃક્ષારોપણ કાર્યક્રમ થકી પ્રેરણા આપતાં વડગામ સરપંચ પ્રવિણભાઈ યુ. પરમાર ની અધ્યક્ષતા માં આંગણવાડી કેન્દ્ર નં. 1, 9, 10 ખાતે શુક્રવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડી કાર્યકર હિરલબેન સિસોદિયા, વર્ષાબેન ઉપાધ્યાય, હિતેષાબેન રાજગોર, ભાનુબેન પરમાર,વિમુબેન રાજપૂત, ક્રિષ્નાબેન નાયી, પ્રજ્ઞાબેન ઠાકોર, ચૌહાણ જશીબેન સહિત જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ







