HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ધ્રાંગધ્રા દરવાજા નજીક રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા કિશનભાઈ ઉર્ફે કારીયા ઝડપાયો 

Halvad:હળવદના ધ્રાંગધ્રા દરવાજા નજીક આવેલ વજેરીવાસમાં આવેલ રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલ સાથે શાકભાજીના ધંધાર્થીની અટકાયત કરવામાં આવી છે.

 

 

મળતી વિગત મુજબ હળવદ પોલીસ મથક સ્ટાફે પૂર્વ બાતમીને આધારે હળવદમાં ધ્રાંગધ્રા દરવાજા નજીક આવેલ વજેરીવાસમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીસ દારૂની નાની-મોટી કુલ ૬૪ બોટલ કિ.રૂ.૧૮,૬૫૦/-ના મુદામાલ સાથે આરોપી કિશનભાઈ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા ઉવ.૨૬ રહે. ધ્રાંગધ્રા દરવાજા પાસેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે ધરપકડ કરેલ આરોપી સામે પ્રોહી. એક્ટનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!