GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ૧૮ વર્ષીય યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું; પરિવારમાં આક્રંદ.

 

HALVAD:હળવદ ૧૮ વર્ષીય યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું; પરિવારમાં આક્રંદ.

 

હળવદ તાલુકાના માનસર પાસે આવેલી નર્મદા કેનાલના સાઇફન નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રણજીતગઢના વતની અને હાલ હળવદ શહેરમાં રહેતા ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાને કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



​મળતી માહિતી અનુસાર, મૂળ રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદની શ્રીજી સોસાયટી-૧ (સાંદિપની સ્કૂલ પાછળ) માં રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા (ઉં.વ. ૧૮) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું.સુજલભાઇ પોતાનું મોટરસાયકલ અને મોબાઈલ ફોન માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મૂકીને કેનાલના ઊંડા પાણીમાં કૂદી પડ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું.​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસને ઘટનાસ્થળેથી મૃતકનું બાઇક અને મોબાઈલ મળી આવ્યા છે.હળવદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!