
વાત્સલ્યમ સમાચાર
નવસારી

આ પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચના પ્રમુખ સુરેશ ભાઇ માયાવંશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે. છેલ્લા સાત આઠ વર્ષથી અમે સમાજના વિદ્યાર્થીઓને નોટબુકની સહાય કરીએ છીએ. તદુપરાંત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ વધે તે માટે ખાસ તકેદારી લઈએ છીએ. તેમજ ગરીબ વિદ્યાર્થીને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે પણ અમારી સંસ્થા મદદરૂપ બનતી હોય છે. આ ઉપરાંત આરોગ્યના ક્ષેત્રે પણ હોસ્પીટલ બેડ, વ્હીલ ચેર જેવી સુવિધાઓ અમારા દ્વારા આપવામાં આવતી હોય છે. અમારી સંસ્થા દ્વારા જો કોઈ આદિવાસી સમાજના પણ અનાથ વિદ્યાર્થીઓને સહાયતાની જરૂર હોય તેમ જણાય આવે તો અમારી સંસ્થા તેઓ માટે પણ ખડે પગે ઉભી રહે છે. આ પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચના મહિલા પ્રમુખ ઉર્વશીબેન કૌશિક રાઠોડ એ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી છે હોસ્પીટલ બેડ અને વ્હીલ ચેરની સમાજના જરૂરતમંદ વ્યક્તિને જરૂર હોય તેમણે કસ્બાપાર વાડી ફળિયા ખાતે અમારો સંપર્ક કરવા વિનંતી છે. માહ્યાવંશી વિકાસ મંચના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ નિઃશુલ્ક નોટબુક મેળવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


