GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad: હળવદ પડતર મકાનમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

Halvad: હળવદ પડતર મકાનમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
હળવદ શહેરમાં રહેતા બુટલેગરે પડતર મકાનમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને પોલીસે ૧.૩૨ લાખનો દારૂનો જથ્થો તેમજ ૧૫.૫૦ લાખની રોકડ રકમ જપ્ત કરી છે તો આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા બુટલેગર ધવલ નરેન્દ્રભાઈ શુક્લએ પોતાના ઘરની બાજુમાં આવેલ જર્જરિત ખંડેર અલગ અલગ મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ખંડેર મકાનમાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૧૩૮ કીમત રૂ ૧,૨૧,૦૭૯ અને બીયર નંગ ૧૧૬ કીમત રૂ ૧૧,૬૦૦ અને શકપડતી મિલકત રૂપિયા ૧૫.૫૦ લાખ સહીત કુલ રૂ ૧૬,૮૨,૬૭૯ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે









