HALVAD:બી.આર.સી.ભવન હળવદ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

HALVAD:બી.આર.સી.ભવન હળવદ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
તા. ૨૫/૧૧/૨૦૨૫, મંગળવારનાં રોજ બી.આર.સી ભવન-હળવદ ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબી આયોજિત તથા બી.આર.સી ભવન હળવદ સંચાલિત તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ ગયું જેમાં હળવદ તાલુકાની 39 પ્રાથમિક શાળાઓમાંથી 78 પ્રતિભાવંત બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી પ્રફુલભાઈ નાયકપરા, હળવદ તાલુકા શૈક્ષિક મહાસંઘના મહામંત્રીશ્રી રાજુભાઈ ગોહિલ અને અન્ય મહાનુભાવોની હાજરી રહી હતી. મહાનુભાવોના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. હળવદના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિસ્મય પમાડે તેવી વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી.
આ તકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -મોરબીનાં પ્રાચાર્યશ્રી સંજયભાઈ મહેતા સાહેબ તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નમ્રતા મેડમની પ્રેરક ઉપસ્થિતિ રહી. બંને મહાનુભાવોએ બાળકોએ તૈયાર કરાયેલ કૃતિઓનું નિરીક્ષણ કરી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પડ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને, શિક્ષકોને અને બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ, પ્રમાણપત્રો અને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ બી.આર.સી.ઑર્ડીનેટર શ્રી મિલનકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ તમામ સી.આર.સી. કો ઓર્ડીનેટર અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.








