
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના બે અલગ અલગ સ્થાનોના ડુંગર પર આગ,ઇન્દિરા નગર પાછળના જંગલમાં તેમજ બેડઝના ડુંગર પર ભીષણ આગ લાગી
અરવલ્લીમાં વધુ એક વખત જંગલ આગ લાગવાની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ભિલોડાના સુનોખ પાસે ડુંગર પર આગ લાગી હતી. બીજી તરફ આજ રોજ બપોરના સમયે મેઘરજના જંગલ વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી મેઘરજના બે અલગ અલગ સ્થાનોના ડુંગર પર આગ લાગી હતી ઇજે પૈકી એક ઈન્દિરા નગર પાછળના જંગલમાં ભીષણ આગ લાગી હતી તો બીજી બાજુ બેડઝના ડુંગર પર પણ ભીષણ આગ લાગી હતી આગ લાગતા ની સાથે ધુમાડાના ઘોટેઘોટ ઊંચે સુધી જોવા મળ્યા હતા આગ લાગવાની જાણ થતા વનવિભાગ દોડતું થયું હતું અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે આગ વધુ પ્રસરેલી હોવાથી ચારે બાજુ ફેલાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આગ લાગતા જંગલી વનરાજી બળી ને ખાખ થઈ હતી વનવિભાગ અને સ્થાનિક લોકો એ આગ બુજવવા પ્રયત્નો હાથ ધર્યો હતા આગ લાગવાનું કારણ હજુ અકબન્ધ છે




