GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદ- માળીયા હાઈવે ઉપર રણજીતગઢના પાટીયા પાસે કાર હડફેટે ખેત શ્રમિકનું મૃત્યુ
HALVAD- હળવદ- માળીયા હાઈવે ઉપર રણજીતગઢના પાટીયા પાસે કાર હડફેટે ખેત શ્રમિકનું મૃત્યુ
હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે બાબુભાઇ બનુભાઈ ગોહિલની વાડીએ રહી ખેતમજૂરી કરતા છોટાઉદેપુર જિલ્લાના વતની સતિષભાઈ મગનભાઈ તડવી નામના ખેતશ્રમિકે વાડીએથી કોઈ કામ સબબ બહાર ગયા બાદ રણજીતગઢ ગામના પાટીએથી ચાલીને આવતા હતા ત્યારે જીજે – 13 – સીડી – 7153 નંબરની કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. અકસ્માત બાદ સતિષભાઈને સારવાર માટે હળવદ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવતા રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા મગનભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.