Halvad- હળવદના રણમલપુર નજીક ખેડૂત પિતા પુત્ર કેનાલમાં ડૂબ્યા – બંનેના મૃતદેહ મળી આવ્યા
Halvad- હળવદના રણમલપુર નજીક ખેડૂત પિતા પુત્ર કેનાલમાં ડૂબ્યા – બંનેના મૃતદેહ મળી આવ્યા
રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ ના રણમલપુર નજીક નર્મદા ની માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં વહેલી સવારે ખેડૂત પિતા પુત્ર બાઇક લઈને વાડી તરફ જતા હતા ત્યારે અચાનક જ બાઈક નો કાબુ ગુમાવતા પિતા ધીરુભાઈ હરજીભાઈ ભોરણીયા ઉંમર વર્ષ 55 તેમજ પુત્ર વિશાલ ધીરુભાઈ ઉંમર વર્ષ 25 બંને બાઈક સાથે કેનાલમાં ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતા ની સાથે જ સ્થાનિકો દ્વારા હળવદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ હળવદ ફાયર ટીમ દ્વારા બંનેના મૃતદેહો ની શોધખોળ કરતા બંને પિતા પુત્રના મૃતદેહો મળી આવ્યા હતા બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઘટના દોડી આવી હતી. મૃતદેહોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા બનાવના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા