અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ભિલોડાની 4 નિવાસી શાળાઓ અને હોટલ-ગેસ્ટ હાઉસમાંથી ખોરાકના નમૂનાઓ લઈ લેબ તપાસ માટે મોકલાયા
અરવલ્લી, ભિલોડા | આરોગ્ય અને સ્વચ્છતા અંગે સત્તાવાળાઓ વધુ સજાગ બનતા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી દ્વારા ભિલોડા તાલુકામાં આવેલી ચાર નિવાસી શાળાઓ તથા એક હોટલ-ગેસ્ટ હાઉસમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના કુલ 12 નમૂનાઓ લઈ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તપાસ હેઠળ આવેલ શાળાઓમાં નીચેની સંસ્થાઓનો સમાવેશ થાય છે:
1. સૂર્ય એકલવ્યા સૈનિક શાળા, ગામ ખેરંચા , તાલુકો ભિલોડા
2. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગામ શમલપુર તાલુકો ભિલોડા
3. શ્રી કલરવ શિશુ વિહાર શાળા, ગામ શામળાજી, તાલુકો ભિલોડા
4. સંસ્કાર કુમાર છાત્રાલય, ગામ શામળાજી, તાલુકો ભિલોડા
આ તમામ સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ માટે બનાવાતા ભોજનમાંથી નમૂનાઓ લઈ ખોરાકની ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી છે.સાથે સાથે હોટલ આર્શીવાદ & ગેસ્ટ હાઉસ, રતનપુર હાઈવે પર આવેલ કરછા ગામમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી ગોટા, મગનું શાક, બેસન, મરચા પાવડર તથા ધાણા પાવડર જેવા ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા.તંત્રએ જણાવ્યું કે, “તપાસના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને પરિણામ આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.”