MORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદમાં જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે યુવકને કરાવ્યું કાયદાનું ભાન

HALVAD- હળવદમાં જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે યુવકને કરાવ્યું કાયદાનું ભાન
સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય જેથી હળવદ પોલીસ ઇન્સ્પેકટરે તપાસ કરાવતા વિડીયોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ તેમજ વિડીયો ઉતારેલ તે સ્થળ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનું જણાઇ આવતા પોલીસ સ્ટાફે જરૂરી બાતમી મેળવી તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી વાયરલ વિડીયોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી છરી સાથે આરોપી જીતેશભાઇ મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે. જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસે હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.










