BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં પતંગોત્સવ સ્પર્ધા યોજાઈ
12 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોની પતંગોત્સવ સ્પર્ધા યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ પતંગોત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ પતંગોત્સવમાં નિરીક્ષક તરીકે સુપરવાઈઝરશ્રી લવજીભાઈ અને શિક્ષિકા કોકિલાબેને ઉપસ્થિત રહી બાળકોની કલાને બિરદાવી હતી. સમગ્ર પતંગોત્સવનું આયોજન શિક્ષિકા એકતાબેને કર્યું હતું. જેમાં સમગ્ર સ્ટાફમિત્રોએ સહયોગ આપ્યો હતો.