GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારામાં રહેણાંકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારામાં રહેણાંકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી જીલ્લાના ટંકારા ખાતે પોલીસને મળેલ બાતમીને આધારે નગરનાકા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેસગી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૧૦ બોટલ સાથે મજન માલીક એવા એક ઇસમની અટક કરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકના હેડ કોન્સે. મહિપતસિંહ તથા શાહિદભાઈને બાતમી મળેલ કે નગરનાકા પાસે રહેતો સિકંદર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમી મળતા તુરંત રહેણાંક મકાને દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૧૦ નંગ બોટલ જેની કિ.રૂ.૩૭,૪૦૦/-સાથે આરોપી સિકંદરભાઈ રફીકભાઈ ભાણુ ઉવ.૨૭ રહે. ટંકારા નગરનાકા પાસે ની સ્થળ ઉપરથી અટકાયત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.