SABARKANTHA

પ્રાકૃતિક ખેતીમાં જિવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક ખૂબ જ ઉપયોગી

*આવો સૌ ખેડૂતમિત્રો જાણીએ પ્રાકૃતિક ખેતીમાં જિવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વિશે*
********
વર્તમાન સમયમાં આવશ્યક એવી પ્રાકૃતિક ખેતીમાં જિવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક ખૂબ જ ઉપયોગી છે.

*૧) નિમાસ્ત્ર :*

૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર ફક્ત નિમાસ્ત્ર. પાણી ભેળવવાનું નથી, પાળી ભેળવ્યા વગર સીધો જ છંટકાવ કરવો.
*૨) બ્રહ્માસ્ત્ર :*
૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી + ૨ કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી + 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી + ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૦૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય
છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર તા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
*૩) અગ્નિઅસ્ત્ર*

૨૦ લીટર દેશી ગાયનું ગૌમુત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચા ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો ભાવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય
છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી +૧ ની ૮ લીટર અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો

*૪) દશપર્ણી અર્ક (બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ) બનાવવાની રીત :*

પ્રથમ દિવસ : ૨૦ લીટર ગૌમુત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં નાખી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું.
બીજો દિવસ : ઉપરોક્ત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.
ત્રીજો દિવસ : (અ) કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત (બ) નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાંદડા ઉપરોક્ત ‘અ’ માંથી કોઈપણ પાંચ અને ‘બ’ માંથી કોઈપણ પાંચ એમ કુલ દશ વનસ્પતિનાં પાંદડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરોબર હલાવો.
ઉપયોગ : ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.
ખાટી છાશ : સાતથી દશ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે.
*(૫) ફુગનાશકો*
બીજામૃત : ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિલોગ્રામ બિયારણને ઘટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લો.
*સુંઠાસ્ત્ર : ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૦૨ લીટર પાણીમાં એટલુ ઉકાળો કે અડધું થયા બાદ ઠંડુ પાડો, બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.
************

Back to top button
error: Content is protected !!