MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૨ કેસમાં ૧૩.૦૦ લાખનો દંડ કરવામાં આવ્યો..

મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૨ કેસમાં ૧૩.૦૦ લાખનો દંડ કરવામાં આવ્યો…

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

મહિસાગર જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ ધ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા પ્રોડકટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાતરે તપાસ દરમ્યાન જોવા મળતા હોય છે. અગાઉ મહિસાગર જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફટી ઓફિસરો ધ્વારા ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૨ ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા.

આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મહીસાગર જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે જિલ્લાની પેઢીઓના કુલ-૨ નમુના સબસ્ટાંડર્ડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરએ તમામને કુલ મળી રુપિયા ૧૩.૦૦ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો .

જેમાં બાલાસિનોર બસ સ્ટેશન પાસે મોર્ડન જનરલ સ્ટોરમાં સિંગતેલ ( ધારા બ્રાન્ડ ૫૦૦ મીલી ૧ લીટર પેક માથી) નો રિપોર્ટ સબ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૧,૦૦,૦૦૦ નો દંડ અને તેની સાથે રાજકોટ જિલ્લામાં આવેલ દેવ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, સ.ન. ૭૧૦/૦૧,અને ૭૧૭, પ્લોટ ન. ૧, તુલસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, જામવાડી, ગોંડલ ને પણ ૫,૦૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે

આ ઉપરાંત લુણાવાડા વરધરી રોડ પર આવેલ લૂણેશ્વર સુપર માર્કેટમાં પ્યોર કાઉ ઘી ( ગોવર્ધન બ્રાન્ડ) નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૨,૦૦,૦૦૦ નો દંડ અને પુણે જીલ્લામાં અંબેલાવ તાલુકામાં આવેલ આવેલ પરાગ મિલ્ક ફૂડ લી ને પણ ૫,૦૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા વર્તુળ,મહિસાગરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!