HALVAD:હળવદ પોલીસ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી પરત કર્યા
HALVAD:હળવદ પોલીસ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી પરત કર્યા
હળવદ પોલીસ “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે કિ. રૂા. ૪,૭૬,૧૮૭/- ની કિમતના ૨૫ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત અપાવતી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ, એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ હળવદ પો. સ્ટે. ના સુપરવિઝન હેઠળ હળવદ પો. સ્ટે. ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પો. સ્ટે. ના અ.પો.કો. યુવરાજસિંહ નિરુભા જાડેજા એ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ ટેકનીકલ સર્વેલન્સથી ૨૫ જેટલા મોબાઇલ કિ.રૂા.૪,૭૬,૧૮૭/- ના શોધી કાઢી પરત અરજદારોને અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર હળવદ પોલીસે સાર્થક કરેલ છે.