PANCHMAHALSHEHERA

શહેરાના તાડવા ખાતે પંચામૃત ડેરી અને ગુજરાત કો- ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સયુંકત ઉપ ક્રમે ‘મિલ્ક ડે’ ની ઉજવણી કરવામાં આવી

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ ડેરી અને ગુજરાત કો – ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુકત ઉપક્રમે ” મિલ્ક ડે “ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં દૂધના ઉપયોગ અને જથ્થાને વધારવા માટે તેમજ દેશભરમાં દૂધના ઉત્પાદકો અને કૃષિ સહકાર ક્ષેત્રના યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.

 

આ કાર્યક્રમના પંચામૃત ડેરીના નિયામક મંડળના સદસ્યઓ,એમ.ડી શમિતેષભાઈ મહેતા,ચીફ જનરલ મેનેજર, જિલ્લા પંચાયત સદસ્યઓ,શહેરા તાલુકા પંચાયત સદસ્યઓ,શહેરા તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારઓ તથા ડેરીના અધિકારીઓ,મંડળીના સભાસદઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!