MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરા વિસ્તારોમાં રોડનું કામ વ્યવસ્થિત કરવા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી

MORBI:મોરબીના વીસીપરા  વિસ્તારોમાં રોડનું કામ વ્યવસ્થિત કરવા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી

 

 

મોરબી: મોરબીના વીસીપરા, ગુલાબનગર આંબેડકર કોલોની, રોહિદાસ પરા સહિતના વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા રોડનું કામ સરખું નહીં કરી લોટમાં લીટા કરતા હોવાથી રોડનું કામ વ્યવસ્થિત કરી આપવા મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી રોડનું કામ યોગ્ય કરવા માંગ કરી છે.


મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન સી. પરમારે મોરબી પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું વી.સી. પરા વિસ્તાર, ગુલાબનગર આંબેડકર કોલોની, રોહીદાસ પરા, સ્મશાન રોડ, આર.સી.સી. રોડ મંજુર થયેલ છે. તે મુજબ થયો છે જેથી ગટરનું પાણી બધી શેરીમાં ગંદુ પાણી બહાર આવે છે. નગર પાલીકાનાં સૌચાલયના કનેકશન કુંડીમાં છે. આ પાણી અમારા વિસ્તારમાં ગલીએ ગલીએ પાણી બહાર છલકાયને આવે છે તેમજ સાત મહિનાથી આ રોડનું ખોદકામ શરૂ કર્યુ છે ત્યારથી રહિશો હેરાન છે. ઘરે ઘરે બિમારી આ પાણીના કારણે છે, રહિશો દ્વારા વારંવાર રજુઆત કરતાં કોન્ટ્રાકટર મનુભાઇને ભાઈ આનો નિકાલ કરો તો મુનુભાઈ તોછડાઈ પણાથી અને ગેરવર્તનથી જવાબ આપે છે. અને જે થાય તે કરી લો તેમ કહેતા હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કરી આ વિસ્તારમાં ટેન્ડર મુજબ વ્યવસ્થિત રોડનું કામ કરાવી આપવા મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખે પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી માંગ કરી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!