GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં આઘેડના દિકરાને વ્યાજખોરો છરી બતાવી પરિવારને પતાવી દેવાની ધમકી આપી કરી પઠાણી ઉઘરાણી

HALVAD:હળવદમાં આઘેડના દિકરાને વ્યાજખોરો છરી બતાવી પરિવારને પતાવી દેવાની ધમકી આપી કરી પઠાણી ઉઘરાણી

 

 

મોરબી જિલ્લામાં વ્યાજખોરીને ડામવા પોલીસની કોઈ કરીગરી કામ લાગતી નથી અને વ્યાજખોરો બેફામ ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ સરકારી નોકરી કરી હળવદમાં રહેતા આધેડના મોટાભાઈ બે વર્ષ પહેલાં બીમાર હોય જેના ખર્ચ પાછળ આર્થીક પરિસ્થિતિ ખરાબ થવાથી પૈસાની જરૂરિયાત ઉભી થતા આધેડ ચાર શખ્સોએ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે મુદલ સહિત ચૂકવી દીધા હોય તેમ છતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી આધેડના દિકરાને છરી બતાવી પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ હળવદ શહેરમાં હરી દર્શન સોસાયટી રાણેકપર રોડ મકાન નં -૬૫ માં રહેતા અને સરકારી નોકરી કરતા રાજેશભાઈ ભીમજીભાઈ પારેજીયા (ઉ.વ.૫૨) એ આરોપી પ્રભુભાઇ જહાભાઇ રબારી રહે-હરી દર્શન સોસાયટી રાણેકપર રોડ હળવદ, ભરતભાઇ રાણાભાઇ રબારી રહે- હરી દર્શન સોસાયટી રાણેકપર રોડ હળવદ, હરદીપ ઉર્ફે મુનાભાઇ સવાભાઈ લાવડીયા રહે-રૂદ્ર ટાઉનશીપ-૧ સરા રોડ હળવદ, જયદેવભાઇ મનહરદાન ગઢવી રહે- સ્વમિનારાયણ નગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને પોતાના મોટા ભાઇની ગંભીર બીમારીના કારણે આર્થીક પરીસ્થિતી ખરાબ થવાથી પૈસાની જરૂર પડતા આ કામના આરોપી પ્રભુભાઈ રબારી પાસેથી ૧૫ થી ૩૦ ટકા ઉચા વ્યાજે રૂ.૭૦૦૦૦/- લીધેલ હોય તેના વ્યાજના રૂ.૨,૧૦,૦૦૦/- ની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના દીકરાને છરી બતાવી પરીવારને પતાવી દેવાની ધમકી આપી મોતના ભયમા મુકી બળજબરીથી વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી તથા આરોપી ભરતભાઈ રબારી પાસેથી ૧૦ થી ૧૫ ટકા ઉંચા વ્યાજે રૂ.૧,૭૫, ૦૦૦/-લીધેલ હોય તેના વ્યાજના રૂ. ૨,૧૦,૦૦૦/- ની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની માલીકીનુ એક મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ફરીયાદીના પત્નિની માલીકીના બે એક્ટીવા મોટર સાયકલ કિ.રૂ.૧,૦૦૦૦૦/-ના બળજબરીથી પડાવી લઇ એક એક્ટીવા મોટર સાયકલનુ લખાણ કરાવી લઇ તેમજ ફરીયાદીએ વ્યાજે લીધેલ રૂ.૨,૫૦, ૦૦૦ /-મુદલ તથા તેના વ્યાજના બદલામા ફરીયાદીની માલીકીનુ આશરે ૧૨,૦૦,૦૦૦ લાખની કિમતનુ મકાન પડાવી લઇ દસ્તાવેજ કરાવી લીધા હતા અને આરોપી હરદીપ તથા આરોપી જયદેવભાઈએ ફરીયાદી ને ૧૦ ટકા ઉંચા વ્યાજે રૂ.૧,૦૦,૦૦૦/- ધીરાણ આપી તેના સામે વ્યાજ ના રૂપીયા ૧,૯૦, ૦૦૦ બળજબરીથી કઢાવી લઇ તથા આરોપી હરદીપે એક કોરો બેંક ચેક સિક્યુરીટી પેટે લઇ બંનેએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચારેય આરોપીઓએ કોઇ રજીસ્ટ્રેશન કે લાયસન્સ વગર ઉચા વ્યાજે નાણા ધીરી વ્યાજની કડક ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૦૮(૨), ૩૦૮(૪), ૩૦૮(૫), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા ધી ગુજરાત મનીલેડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨(ક) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!