GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરા બાકીદારો માટે જાહેર નોટિસ મિલકતો સીલ અને હરાજી કરવામાં આવશે..
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઓફિસ દ્વારા વેરો ન ભરનાર મિલકત માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 2022-23 માટે બાકી રહેલા ₹૨૨,૪૪,૬૭૧/- મિલ્કત કરની વસૂલાત માટે જાહેર નોટિસ પાઠવી, સાત દિવસની મર્યાદા આપવામાં આવી છે. જો નક્કી કરેલ મુદતગત સમય સુધી મિલકત કર ચૂકવવામાં નહીં આવે, તો કાયદાકીય પગલાં લેવામાં આવશે અને મિલકત સીલ તેમજ હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત, કાયદાની જોગવાઈઓ હેઠળ વધુ કડક પગલાં લેવામાં આવશે, જેથી શહેરમાં વેરા વસૂલાતની પ્રણાલી વધુ સક્ષમ બની શકે.
શહેરવાસીઓ અને બાકીદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તકની રાહ જોયા વિના તરત જ પોતાના બાકી રહેલા મિલ્કત કરની ચુકવણી કરે.