
તા.૩૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની સરકારી પોલીટેકનિક ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો
શહીદ દિન અને મહાત્મા ગાંધીજી ના નિર્વાણ દિન નિમિત્તે સરકારી પોલીટેકનીક દાહોદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી રક્તદાન શિબિર પહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રુધિરજૂથ રક્ત અને રક્તદાન ના ફાયદા વિશે વિસ્તૃત મોટીવેશન લેક્ચર રેડક્રોસ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા એ આપ્યું હતું શિબિર અને લેક્ચર નું આયોજન પોલિટેકનિકના લેક્ચર અને એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર સિદ્ધિ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરમાં ૪૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હત રેડક્રોસ મંત્રી જવાહર ભાઈ શાહ અને બ્લડ બેન્ક કન્વીનર નરેન્દ્ર કે પરમાર ડોક્ટર બનોદીયા અને બ્લડ બેન્ક સ્ટાફ દ્વારા સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




